નવી દિલ્હીઃ ભારતનું ચંદ્રયાન-3 અવકાશયાન 2023ની 23 ઓગસ્ટે સાંજે 6:04 મિનિટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલામત રીતે ઉતર્યું હતું. ભારતે ચંદ્રના તે સ્થળનું નામ શિવશક્તિ પોઈન્ટ રાખ્યું છે. હવે ઇસરોની સહયોગી સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને પંજાબ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ એવું સંશોધન કર્યું છે કે ચંદ્રનો શિવશક્તિ પોઇન્ટ લગભગ 3.7 અબજ વર્ષ જૂનો છે. સંશોધનપત્ર સાયન્સ ડાયરેક્ટ જર્નલમાં પ્રસિદ્ધ થઈ છે.