જૂનાગઢઃ ગુજરાતી લોક સાહિત્યને વિશ્વભરમાં ફેલાવનારા પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ ઉંમરને કારણે સ્ટેજ કાર્યક્રમને અલવિદા કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી તેમના ચાહકોએ આંચકો અનુભવ્યો છે.
પદ્મશ્રી ભીખુભાઈ ગઢવીએ જણાવ્યું કે, કેશોદના માણેકવાડા ખાતે મારો જન્મ થયો હતો. 20 વર્ષની ઉંમરથી સ્ટેજ કાર્યક્રમ શરૂ કર્યા હતા. 78 વર્ષની ઉંમરે દેશ-વિદેશમાં અસંખ્ય કાર્યક્રમો કર્યા છે. 57 વર્ષના સાહિત્ય સંગ્રામમાં કરોડો લોકોનાં દિલ જીત્યાં છે. હવે ઉંમરને કારણે યાદશક્તિ મંદ પડતાં સ્ટેજ કાર્યક્રમને અલવિદા કરવાનો નિર્ણય કર્યો છે.