મુંદ્રા: ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી અને વૈવિધ્યસભર અદાણી જૂથનો ભાગ એવા અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે જાન્યુઆરીમાં અત્યાર સુધીના સૌથી વધુ માસિક કાર્ગો વોલ્યુમ 39.9 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) હેન્ડલ કર્યું છે, જેમાં કન્ટેનર, લિક્વિડ અને ગેસનો સમાવેશ થાય છે. ચાલુ નાણાકીય વર્ષમાં જાન્યુઆરી-25 સુધી એપીએસઇઝેડએ કુલ કાર્ગોના 372.2 એમએમટી અને લિક્વિડ-ગેસ હેન્ડલિંગ સાથે નવાં સીમાચિન્હો સર કર્યાં છે.
આ સાથે જાન્યુઆરી 2025 દરમિયાન મુંદ્રા બંદર પર કાર્ગો હેન્ડલિંગમાં અસાધારણ સીમાચિહ્નો હાંસલ કર્યાં છે, જેના નેશનલ રેકોર્ડ બન્યા છે. વિવિધ પ્રકારના કાર્ગો સેગમેન્ટમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન અગ્રણી વૈશ્વિક પોર્ટ તરીકે અદાણી પોર્ટ રેખાંકિત થયું છે.
એપીએસઇઝેડ મુંદ્રાએ 17.20 મે. ટનના ઐતિહાસિક માસિક કાર્ગો વોલ્યુમ હાંસલ કર્યું છે, જે અગાઉના 17.11 મે. ટનના રેકોર્ડને વટાવી ગયું છે. આ રેકોર્ડ દરિયાઇ વેપારના ઇતિહાસમાં કોઈપણ ભારતીય પોર્ટ દ્વારા અત્યાર સુધીનું સૌથી વધુ છે.