અમદાવાદઃ અમેરિકામાં ગેરકાયદે ગયેલા 33 ગુજરાતી પરત આવતાં રાજ્ય પોલીસે સમગ્ર કૌભાંડમાં સંકળાયેલા એજન્ટોના નેટવર્ક અંગે તપાસ શરૂ કરી છે. ડિપોર્ટ લોકોની પૂછપરછમાં પોલીસને મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરના 10 એજન્ટ અંગે મહત્ત્વની કડી મળી છે, જેના તાર મેક્સિકો સુધી કામ કરતી એજન્ટોની આંતરરાષ્ટ્રીય ગેંગ સુધી ફેલાયા છે. આ સમગ્ર મામલે ગુજરાત પોલીસ પંજાબ પોલીસ તેમજ વિવિધ સેન્ટ્રલ એજન્સીઓ સાથે સંકલન કરીને તપાસ હાથ ધરી છે. જો કે ગુજરાતીઓને ડિપોર્ટ કરવાનું શરૂ કરાતાં બધા જ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસને આ તમામ એજન્ટો અંગે અનેક મહત્ત્વની વિગતો મળી છે. જેમાં ટેકનિકલ એનાલિસીસના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.