મહેસાણાઃ વડનગરની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યસચિવ પંકજ જોશીએ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા સ્કૂલ, કીર્તિ તોરણ, તાનારિરિ ગાર્ડન અને સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત લીધી હતી. આ સાથે તેમણે હાટકેશ્વર મંદિરે હાટકેશ્વર દાદાનાં દર્શન કરી પૂજા-અર્ચના પણ કરી હતી.
વડનગર મ્યુઝિયમ ત્યાંની 2500 વર્ષથી વધુ જૂની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસને પ્રદર્શિત કરે છે. આ તકે પુરાતત્ત્વ સંગ્રહાલયના નિયામક પંકજ શર્માએ મ્યુઝિયમની વિશેષતાઓ અને તેમાં પ્રદર્શિત કરાયેલી વિવિધ કલાકૃતિ વિશે મુખ્ય સચિવને વિસ્તૃત જાણકારી આપી હતી. ત્યારબાદ પ્રેરણા સ્કૂલમાં વિદ્યાર્થીઓને કરાવાતી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી હતી. મુખ્યસચિવની મુલાકાત દરમિયાન પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ, જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા.