મુખ્યમંત્રી બદલવાથી શાંતિ સ્થાપિત નહીં થાયઃ કૂકી સમાજ

Wednesday 12th February 2025 05:44 EST
 
 

ઇમ્ફાલઃ મણિપુરમાં મે 2023માં શરૂ થયેલી હિંસા અટકાવવામાં નિષ્ફળ સીએમ બિરેનસિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. એવામાં હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે અને તે શું આ હિંસાને અટકાવી શકશે તે સૌથી મોટો સવાલ છે. કૂકી-નેતાઓએ કહ્યું છે કે, મુખ્યમંત્રી બદલવાથી મણિપુરની સ્થિતિ નહીં બદલાય, નવા નેતાને આ પદ આપી દેવાથી સ્થાનિક લોકોની માગણી પૂરી નહીં થઈ શકે. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાઈ શકે છે.


comments powered by Disqus