ભરૂચઃ સાઉથ આફ્રિકાના હોડયાઇટમાં શનિવારે સવારે ટેક્સી અને બસ વચ્ચે અકસ્માત સર્જાતાં 8 લોકોનાં મોત થયાં છે, જે પૈકી 3 યુવક ભરૂચના હોવાનું જણાયું છે. મૃતકોમાં ત્રાલસા કોઠી ગામના બે પિતરાઇ ભાઈનો પણ સમાવેશ થાય છે. ઘટનામાં ઘવાયેલાઓમાં પણ ભરૂચ જિલ્લાના જ અન્ય 3 યુવાનો હોવાનું જાણવા મળ્યું છે. ગામના ત્રણ યુવાનોએ પ્રાણ ગુમાવતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જેમાં ત્રાલસા કોઠીના બે પિતરાઈ ભાઈ સુફિયાન સલીમ ભાગ્યશાળી, શહેજાદ ભાગ્યશાળી તથા મુસ્તકિમ મુસ્તાક ભાગ્યશાળીનાં ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. તેમની સાથે ત્યાંના 5 નિગ્રો પણ આગમાં હોમાઈ ગયા હતા.
મુસ્તકિમના પિતા હવે એકલા રહ્યા
મૃતક મુસ્તાકિમ એક વર્ષ પહેલાં જ સાઉથ આફ્રિકા ગયો હતો. તે તેમના પરિવારનો એકમાત્ર સંતાન હતો. તેની માતાનું પહેલાં જ્યારે પુત્રનું દેહાંત થયું હોઈ પિતા-પુત્ર એકલા જ રહ્યા. જ્યારે ત્રાલસા કોઠી ગામના શહેજાદને સાઉથ આફ્રિકામાં સારી નૌકરી મળી ગઈ હોઈ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી તે પત્ની અને પુત્ર સાથે ત્યાં જ સ્થાયી થઈ ગયો હતો.