નવીદિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએને 400થી વધુ બેઠકો જીતતા રોકવામાં સફળ રહ્યા બાદ ઈન્ડિયા ગઠબંધને નવી આશા જગાવી હતી. જો કે હરિયાણા અને મહારાષ્ટ્રમાં તેના પતન પછી હવે દિલ્હી અને બિહાર ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન નહીં થઈ શકતાં વિપક્ષનું જોડાણ ભંગાણના આરે પહોંચ્યું છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી અબ્દુલ્લાએ કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે લોકસભા ચૂંટણી પછી ઈન્ડિયા ગઠબંધનની કોઈ બેઠક થઈ નથી. તેથી અન્ય વિધાનસભા ચૂંટણીમાં ગજગ્રાહ સર્જાયો છે.