આણંદ-સોજિત્રા ફોરલેન હાઈવે બનશેઃ રૂ. 132 કરોડ ફાળવાયા

Thursday 16th January 2025 01:57 EST
 
 

ગાંધીનગરઃ દક્ષિણ- મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા આણંદ- કરમસદ- સોજિત્રા- તારાપુરના સ્ટેટ હાઈવેને 10મીટરથી વધારે પહોળાઈ સાથે ફોરલેનમાં રૂપાંતરણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ.132 કરોડની ફાળવણી કરી હતી. સોમવારે એક જ દિવસમાં હયાત રસ્તાઓની પહોળાઈ અને નવા પુલો બાંધવા માટે રૂ.249 કરોડની ફાળવણી થઈ હતી.
રાજ્યમાં જ્યાં સૌથી વધુ વસ્તીની ગીચતા છે, અર્થતંત્રને ધબકતુ રાખે તેવો હેવી ટ્રાફિક છે તેવા વિસ્તારોના રોડ નેટવર્કને પ્રાથમિકતા આપવા સરકારે મહેસાણાના વિસનગરથી લઈ વિજાપુર વચ્ચેના 24 કિ.મી.ના રસ્તાને 7 મીટરથી વધારીને ફોરલેનમાં તબદીલ કરવા રૂ. 136.16 કરોડની ફાળવણી થઈ છે.
સમય, ઈધણ, અકસ્માત ઘટશે. આ હાઈવે ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા આણંદ- તારાપુર હાઈવેને ચારમાર્ગિયકરણ કરવાની સાથે સ્ટ્રક્ચર વર્ક, પ્રોટેક્શન વોલ અને રોડ ફર્નિચરથી સજ્જ કરવામા આવશે.


comments powered by Disqus