અમદાવાદઃ ઈન્કમટેક્સ સહિત સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા પકડાયેલી રોકડ રકમ પક્ષકારને પોતે આપી હોવાના પુરાવા આપીને ક્લેઇમ કરતા કમલેશ શાહ અને તેની સાથે સંકળાયેલા લોકો પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. આ દરોડામાં રૂ. 4 કરોડની રોકડ અને અંદાજે રૂ. 1 કરોડના ઘરેણાં મળી આવ્યાં છે. જો કે હજુ વેલ્યુઅર પાસે જ્વેલરીનું વેલ્યુએશન બાકી છે. આવકવેરા વિભાગ દ્વારા 10 બેન્ક લોકર સીલ કરાયાં છે. ઇન્મકટેક્સ વિભાગને સર્ચ દરમિયાન વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને ડિજિટલ ડિવાઈસ મળ્યાં છે, જેને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે. ઇન્કમટેક્સ વિભાગની સર્ચના અંતે મોટાપાયે કરચોરી પકડાય તેવી શક્યતા છે. I.T. વિભાગે, શુક્રવારે સવારે 7 વાગ્યાથી આ ઓપરેશન હાથ ધર્યું હતું.