નવી દિલ્હીઃ અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ માટે ભારતને પણ આમંત્રણ મળ્યું છે. 20 જાન્યુઆરીએ યોજાનારા સમારોહમાં વિદેશમંત્રી એસ. જયશંકર સામેલ થશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે વિદેશમંત્રી જયશંકર ટ્રમ્પ સરકારના નવનિયુક્ત અને નોમિનેટેડ પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. અમેરિકાના ઉપપ્રમુખ તરીકે જેડી વેન્સ પણ એ જ દિવસે શપથ લેશે. ટ્રમ્પ શપથ ગ્રહણ સમારોહમાં ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની તથા હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓરબાન પણ સામેલ થશે એવી શક્યતા છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી અમેરિકા નહીં જાય, કારણ કે ભારત અમેરિકા અને રશિયા બંને સાથે પોતાના સંબંધ યથાવત્ રાખવાના પક્ષમાં છે.