પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝેડ-મોડ ટનલનું ઉદઘાટન કર્યું

Thursday 16th January 2025 02:41 EST
 
 

શ્રીનગરઃ પ્રધાનમંત્રી મોદીએ સોમવારે શ્રીનગર-લેહ હાઈવે પ૨ ગગનવીર અને સોનમાર્ગ વચ્ચે 6.4 કિમી લાંબી ઝેડ-મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ ટનલથી ચીન બોર્ડર સુધી પહોંચવામાં સેનાને પણ સરળતા રહેશે.
આ ટનલ ઝોજીલા ટનલ પ્રોજેક્ટનો એક ભાગ છે, જે અહીંથી આગળ બની રહી છે. જેનાથી શ્રીનગરથી લેહની કનેક્ટિવિટી કોઈપણ ઋતુમાં સરળ થશે. આ ટનલ બનતાં 12 કિમીનું અંતર હવે 6.4 કિમીનું જ થઈ જશે, એટલે કે 30 મિનિટનો રસ્તો માત્ર 7 મિનિટનો જ રહેશે.


comments powered by Disqus