ઢાકાઃ ગતવર્ષે ઓગસ્ટમાં શેખ હસીનાની સરકાર ગબડી પડ્યા બાદ બાંગ્લાદેશની કમાન મોહમ્મદ યુનુસ સંભાળી રહ્યા છે. જો કે મોહમ્મદ યુનુસ સત્તામાં આવ્યા બાદ હિન્દુઓ અને લઘુમતીઓ તેમજ મંદિર પર હુમલા વધી રહ્યા છે. તાજેતરમાં જ ઉગ્રવાદીઓએ 6 મંદિરોને નિશાન બનાવ્યાં. જેમાં ચટગાંવમાં 4 મંદિર પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. લાલ મોનિરહાટમાં પણ મંદિરમાં લૂંટ થઈ હતી. બીજી તરફ બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા અટકી રહી નથી. જેમાં 2 હિન્દુઓની હત્યા અને એકનું અપહરણ કરાયું છે.