ભુજઃ ભારત-પાકિસ્તાન સરહદથી કચ્છમાં અવાર-નવાર ઘૂસણખોરો પકડાઈ ચુક્યા છે, ત્યારે વધુ એકવાર પાકિસ્તાનના સિંધ પ્રાંતના શખ્સને લખપતથી ભારતમાં ઘૂસતાં બીએસએફએ ઝડપી પાડ્યો હતો. જો કે તેની પાસેથી પ્રાથમિક તપાસમાં કંઈ જ શંકાસ્પદ મળી આવ્યું નહોતું. હાલમાં તેની વધુ પૂછપરછ ચાલી રહી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર બોર્ડર સિક્યોરિટી ફોર્સની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બોર્ડર પિલ્લર નં. 1139 પાસેથી પાકિસ્તાની શખ્સ ઘૂસણખોરી કરતો પકડાયો હતો.