મહેસાણાઃ વડનગર સહિત દેશને નવા વર્ષમાં 21 મીટર ઊંચા અને 326 પિલ્લર પર ઊભા કરાયેલા મ્યુઝિયમની ભેટ મળશે, જેનું 99 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. બાકી કામ 10 દિવસમાં પૂર્ણ થઈ જશે. દેશ-વિદેશના પર્યટકો માટે 16 જાન્યુઆરીએ તેને ખુલ્લુ મુકાશે અને તેના ઉદ્ઘાટન માટે અમિત શાહ આવી શકે છે. મ્યુઝિયમમાં વડનગરના 7 પિરિયડ, કલ્ચર, વેપાર-ધંધા, તેમજ અવશેષો પ્રદર્શનમાં મુકાશે.
બ્રિજ પરથી ઉત્ખનન સાઇટ દેખાશે
મ્યુઝિયમ અને ઉત્ખનન સાઇટ વચ્ચે બ્રિજ બનાવાયો છે. પ્રવાસીઓને મ્યુઝિયમ પછી ઉત્ખનન સાઇટ જોવી હોય તો આ બ્રિજથી ઉત્ખનન સાઇટ નિહાળી શકશે. આ આખું મ્યુઝિયમ બેથી ત્રણ કલાકમાં જોઈ શકાશે અને વડનગરનો ઇતિહાસ જાણી શકાશે.
14 બીમ પર શેડ તૈયાર કરાયો
ઉત્ખનન દરમિયાન અહીં વડનગરનો ઈતિહાસ દર્શવાતી સાઈટ પર 14 કોલમ પર 2095 સ્ક્વેર ફૂટ શેડ તૈયાર કરાયો છે. ઉપર અલગ-અલગ મજબૂત મટિરિયલ, લોખંડની શીટ લગાવાઈ છે. તેની ઉપર લોખંડના 7 મજબૂત આડા ટ્રસ બનાવાયા છે.
વડનગરમાં ખોદકામ દરમિયાન મળેલા પુરાતાત્ત્વિક અવશેષ તેમજ વડનગરના ઈતિહાસને આવરી લઈને વિશિષ્ટ પદ્ધતિ અને નવીન સાધનોનો ઉપયોગ કરી અમરથોળ દરવાજા નજીક આ સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. કરોડોના ખર્ચે બનેલા આ મ્યુઝિયમમાં પાર્કિંગ અને કાફેટેરિયા પણ બનશે.
ઉલ્લેખનીય છે કે, આ મ્યુઝિયમ 13,525 સ્ક્વેર ફૂટ એરિયામાં તૈયાર કરાયું છે, જે 326 પિલ્લર પર ઊભું કરાયું છે અને તેની ઊંચાઈ 21 મીટર છે.
વડનગર સહિત દેશને નવા વર્ષમાં 21 મીટર ઊંચા અને 326 પિલ્લર પર ઊભા કરાયેલા મ્યુઝિયમની ભેટ મળશે, જેનું 99 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. બાકી કામ 10 દિવસમાં પૂર્ણ થઈ જશે. દેશ-વિદેશના પર્યટકો માટે 16 જાન્યુઆરીએ તેને ખુલ્લુ મુકાશે અને તેના ઉદ્ઘાટન માટે અમિત શાહ આવી શકે છે. મ્યુઝિયમમાં વડનગરના 7 પિરિયડ, કલ્ચર, વેપાર-ધંધા, તેમજ અવશેષો પ્રદર્શનમાં મુકાશે.