વડોદરાના 24 વર્ષીય પ્રિન્સ પંચાલે રિમોટ કંટ્રોલથી ઊડતો પતંગ તૈયાર કર્યો છે. આ પતંગ તેણે માત્ર 3 દિવસમાં તૈયાર કર્યો છે અને તેને તૈયાર કરવામાં રૂ. 10 હજારનો ખર્ચ થયો છે. ઉત્તરાયણના પર્વમાં દોરીથી પક્ષીઓને બચાવવા પ્રિન્સને દોરી વગર ઊડતો પતંગ બનાવવાનો વિચાર આવ્યો અને તરત જ અમલમાં મૂક્યો હતો.