અમદાવાદઃ સુરત રાજકોટમાં અદભુત સફળતા મળ્યા બાદ વર્ષ 2025માં ગાંધીનગર સ્થિત હેલીપેડ ગ્રાઉન્ડમાં ચાર દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યુ છે. નાના-મોટા ઉદ્યોગકારોને વૈશ્વિક સ્તરે પ્લેટફોર્મ મળી શકે તે હેતુસર આયોજીત સમિટને વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો છે. હવે વર્ષ 2026માં અમેરિકા ખાતે ગ્લોબલ બિઝનેસ સમિટ યોજવા નક્કી કરવામાં આવ્યું છે.
મિશન 2026 અંતર્ગત સરદારધામ પાંચ લક્ષ્ય બિંદુ સાથે મિશન વિઝન અને ગોલ થી કામ કરે છે. તે અંતર્ગત GPBS-2025 નું આયોજન કરવામાં આવ્યું છે. દર બે વર્ષે બિઝનેસ સમિટ યોજવાનો લક્ષ્ય રખાયો છે. ગામડા થી લઇ વૈશ્વિક સ્તરે ઉદ્યોગકારો- વેપારીઓ જોડાઈ શકે, વેપારધંધા માટે પ્લેટફોર્મ મળી રહે આશયથી સરદાર પટેલ ઇન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઈઝેશન(સ્પીબો)ની વેબસાઈટ નું લોન્ચિંગ કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા એ જણાવ્યું કે માઈન્ડ, મની અને મેનેજમેન્ટ પાવર માટે જાણીતા યહૂદીઓની જેમ પાટીદારોને પણ વર્લ્ડ લિડર બનાવવા છે જેની શરૂઆત અમેરિકાથી થશે. આગામી વર્ષ 2026માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અમેરિકા ખાતે યોજાશે.