દેવભૂમિ દ્વારકાઃ ઓખામંડળ પંથકના બેટ દ્વારકા સહિતની મહત્ત્વપૂર્ણ જગ્યાઓમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું. તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકાના આવળપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદે ખડકાયેલાં દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બેટ દ્વારકામાં ડિમોલિશન અંગે કહ્યું હતું કે, બેટ દ્વારકા દેશભરના કરોડો લોકોની આસ્થાની ભૂમિ છે. શ્રીકૃષ્ણની ભૂમિ પર કોઈપણ ગેરકાયદે દબાણ નહીં થવા દઈએ.