મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ભારતીય કોન્સ્યુલેટમાં તોડફોડ કરાઈ હતી, જેમાં કિલ્ડા રોડ પર સ્થિત કોન્સ્યુલેટ બિલ્ડિંગના આગળના પ્રવેશદ્વાર પર ગ્રેફિટી જોવા મળી હતી. કેનબેરા સ્થિત ભારતીય હાઇકમિશને આ મુદ્દો ઉઠાવ્યો અને એક પોસ્ટમાં કહ્યું કે, મેલબર્નમાં ભારતના કોન્સ્યુલેટ જનરલના પરિસરમાં તોફાની તત્ત્વો દ્વારા તોડફોડની ઘટના ઓસ્ટ્રેલિયન અધિકારીઓ સમક્ષ ઉઠાવાઈ છે. દેશમાં ભારતીય રાજદ્વારી અને કોન્સ્યુલર પરિસર અને કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવા જરૂરી પગલાં લેવાઈ રહ્યાં છે.