અમદાવાદઃ યુગાન્ડા ભાગી ગયેલા મોરબીના કરોડો રૂપિયાના કોલસાચોરીના ફરાર આરોપી ભગિરથ હુંબલ વિરુદ્ધ પોલીસે લૂકઆઉટ નોટિસ ઇશ્યૂ કરી હતી. જેના આધારે તેને યુગાન્ડાથી ડિપોર્ટ કરીને અમદાવાદ મોકલાતાં સ્ટેટ મોનિટરિંગ સેલે તેને એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો. આ સાથે કૌભાંડમાં સામેલ કુલ 19 આરોપીની ધરપકડ કરી હતી. મોરબીમાં ચાલતા કારોબાર પર દરોડા દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલે રાખ, પાઉડર, માટી તેમજ કોલસો મળીને રૂ. 3.57 કરોડનો મુદ્દામાલ પકડાયો હતો. જે બાદ આરોપી ભગિરથ યુગાન્ડા ફરાર થયો હતો.