અમદાવાદઃ ગુજરાતનાં જાણીતાં કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું 95 વર્ષની વયે નિધન થયું. તેમને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણથી સન્માનિત પણ કરાયાં હતાં. 17 મે 1930ના રોજ અમદાવાદમાં જન્મેલાં કુમુદિની લાખિયાએ અમદાવાદમાં કદંબ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી. તેઓ એક સફળ ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર હતાં. ગોપીકૃષ્ણ સાથે હિન્દી ફિલ્મ ઉમરાવ જાનમાં કોરિયોગ્રાફર તરીકે પણ તેમણે કામ કર્યું હતું. તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી, પદ્મ ભૂષણ એનાયત કરાયો હતો. આ સાથે સંગીત નાટક અકાદમી પુરસ્કાર, કાલિદાસ સન્માન અને ટાગોર રત્ન પણ આપવામાં આવ્યું હતું.