દમણગંગા સુગરને નવજીવન, ઇથેનોલ રિફાઈનરી સ્થપાશે

Wednesday 16th April 2025 06:14 EDT
 
 

વાપીઃ ઉમરગામનાં ડહેલી હાઇવે પર 162 એકરમાં દમણગંગા સરકારી ખાંડ ઉદ્યોગને નવજીવન આપવાના પ્રયાસ થઈ રહ્યા છે. જે હેઠળ ધારાસભ્યની વડાપ્રધાન અને મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ દમણગંગા સુગર ફેક્ટરીને રૂ. 7.92 કરોડ મળ્યા છે. હવે કુલ રૂ. 111 કરોડના પ્રોજેકટમાં 1500 ટીસીડીનો પ્લાન્ટ નખાશે, જેમાં 45 કેએલપીડીની ઇથેનોલ રિફાઇનરી પણ આવશે. આમ વર્ષોથી મૃતપાય દમણગંગા ફેક્ટરી જીવંત થવાની આશા ફરી જાગી છે. ઓક્ટોબર 2025માં ફેકટરીને ફરી શરૂ કરવા લક્ષ્યાંક નક્કી કરાયો હતો.


comments powered by Disqus