બુલેટ ટ્રેન કોરિડોર પર 70 મીટર લાંબો મેક ઇન ઇન્ડિયા બ્રિજ તૈયાર

Wednesday 16th April 2025 06:13 EDT
 
 

વડોદરા પાસે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં સુરત-વડોદરા સેક્શન નજીક ફ્રેટ રેલ કોરિડોર ટ્રેક પર 70 મીટર લાંબો સ્ટીલ બ્રિજ સ્થાપિત કરાયો છે. આ બ્રિજ વડોદરાથી 5 કિલોમીટર દૂર ખાલીપુર પાસે બનાવાયો છે. લોન્ચ પ્રક્રિયા દરમિયાન ટ્રાફિક બ્લોકનો ઉપયોગ કરાયો હતો, જેથી માલવાહકની સેવાઓમાં ઓછામાં ઓછો વિક્ષેપ પડ્યો હતો અને 12 કલાકમાં કામગીરી પૂરી કરાઈ હતી. વડોદરાથી 5 કિ.મી. દૂર ખાલીપુર નજીકના ટ્રેક પર ઇન્સ્ટોલેશન માટે પુલને ટ્રેલરમાં સાઇટ પર લવાયો હતો, જ્યાં તેને 49 મીટર લાંબા લોન્ચિંગ નોઝનો ઉપયોગ કરીને ઇન્સ્ટોલ કરાયો હતો. આ પુલ 13 મીટર ઊંચો અને 14 મીટર પહોળો છે અને તેનું કુલ વજન 674 મેટ્રિક ટન છે.


comments powered by Disqus