ભાજપ અને એઆઇએડીએમકે વચ્ચે ગઠબંધનઃ અમિત શાહનું એલાન

Wednesday 16th April 2025 07:05 EDT
 
 

ચેન્નઈઃ તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધન થયું છે. આ એલાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું. આ સાથે જ 11 એપ્રિલે અમિત શાહ અને પલાનીસામી વચ્ચે એક બેઠકનું આયોજન થયું. આ દરમિયાન તમામ રણનીતિ ઘડાઈ ચૂકી છે. અમિત શાહે કહ્યું કે, AIADMK અને ભાજપના નેતાઓએ મળીને નક્કી કર્યું છે કે તામિલનાડુની આવનારી વિધાનસભા ચૂંટણી ભાજપ, AIADMK અને અન્ય સાથી પક્ષો મળીને લડશે. આ સાથે અમિત શાહે જણાવ્યું કે, આ ચૂંટણી રાષ્ટ્રીય સ્તર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડવામાં આવશે અને રાજ્યસ્તર પર AIADMKના નેતા પલાનીસામીના નેતૃત્વમાં લડવામાં આવશે.
સાથે મળીને સરકાર બનાવીશું
અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, AIADMK એનડીએ ગઠબંધનનો હિસ્સો છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં તામિલનાડુમાં યોજાનારી ચૂંટણીમાં એનડીએની સરકાર બનશે. ચૂંટણી જીત્યા બાદ ભાજપ સરકારમાં સામેલ થવા અંગે વિચાર કરશે, જે અંતર્ગત મંત્રી અને બેઠકોની વહેંચણી સમય આવ્યે જ નક્કી કરાશે.


comments powered by Disqus