જૂનાગઢઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 એપ્રિલે વિસાવદરની મુલાકાત લીધી. વિસાવદર માર્કેટિંગ યાર્ડથી મુખ્યમંત્રીએ જૂનાગઢનાં કુલ રૂ. 94 કરોડના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આમાં રૂ. 36.95 કરોડના પ્રોજેક્ટ્સનું ઈ-લોકાર્પણ સામેલ છે. તેમાં વંથલીનું બીજનિગમ ગોડાઉન, જૂનાગઢનું બીઆરસી ભવન અને કેશોદ ગવર્નમેન્ટ ગર્લ્સ હાઇસ્કૂલનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ રૂ. 634 કરોડનાં વિકાસકામોની જાહેરાત કરી કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં છેવાડાના લોકો સુધી સરકારનાં વિકાસકાર્યો પહોંચ્યાં છે.