આંબેડકર જયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરિયાણાના હિસારના મહારાજા અગ્રસેન એરપોર્ટથી અયોધ્યાની પહેલી કોમર્શિયલ ફલાઇટને લીલીઝંડી આપવા પહોંચ્યા હતા. ત્યાંથી યમુનાનગર પહોંચી મોદીએ રામપાલ કશ્યપ નામના એક શખ્સને પોતાના હાથે પગરખાં પહેરાવ્યાં હતાં. રામપાલે 14 વર્ષ અગાઉ સોગંદ લીધા હતા કે, મોદી વડાપ્રધાન બને અને પોતે તેમને રૂબરૂ ન મળે ત્યાં સુધી તેઓ પગરખાં નહીં પહેરે.