બ્રહ્માકુમારી સંસ્થાનાં નવાં મુખ્ય પ્રશાસક તરીકે 84 વર્ષીય રાજયોગિની મોહિનીદીદીને નિયુક્ત કરાયાં છે. તેઓ બ્રહ્માકુમારીના છઠ્ઠા મુખ્ય પ્રશાસક બન્યાં છે.
• બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ સાણંદમાં રોકાણ કરશેઃ ભારતની ઉત્પાદન અને ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધા મજબૂત બનાવવા બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ ટૂંક સમયમાં સાણંદમાં રૂ.500 કરોડના રોકાણ સાથે નવો પ્લાન્ટ સ્થાપશે.
• હનુમાન જયંતીએ કેમ્પ હનુમાન મંદિરે ભવ્ય ઉજવણીઃ 12 એપ્રિલે શનિવાર અને હનુમાન જયંતીનો સુભગ સંયોગ સર્જાયો હતો. આ નિમિત્તે કેમ્પ હનુમાન મંદિરેભક્તોએ ભક્તિભાવપૂર્ણ દર્શન કર્યાં હતાં.
• ભાજપના 46મા સ્થાપના દિવસની ઉજવણીઃ ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપનાદિનની ઉજવણી કરાઈ હતી. ગાંધીનગર ઉત્તર વિધાનસભા દ્વારા આયોજિત સક્રિય સભ્ય સંમેલનમાં પ્રદેશ મહિલા મોરચાનાં અધ્યક્ષા ડો. દીપિકાબહેન સરડવા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
• ગુજરાતમાં MLAને મળતી ગ્રાન્ટમાં રૂ. 1 કરોડનો વધારોઃ ગુજરાતમાં ધારાસભ્યને ફાળવાતી વાર્ષિક ગ્રાન્ટમાં રૂ. 1 કરોડનો વધારો કરાયો છે, જે અત્યાર સુધી રૂ. 1.5 કરોડની હતી. જો કે જે વધારાની ગ્રાન્ટમાંથી રૂ. 50 લાખ ‘કેચ ધ રેઇન’ અભિયાન માટે ખર્ચ કરવાના રહેશે.
• આરોગ્ય અધિક સચિવ રૂ. 15 લાખની લાંચ લેતાં ઝડપાયાઃ આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન ગિરીશ પરમારે સાથી ડોક્ટર પાસે રૂ. 30 લાખ લાંચ માગી હતી, જે પૈકી રૂ. 15 લાખ લાંચ લેતાં રંગેહાથ ઝડપી લેવાયા હતા.
• નકલી વેપન્સ લાઇસન્સ કેસમાં 16ની ધરપકડઃ બોગસ હથિયાર લાઇસન્સ કેસમાં એટીએસએ માસ્ટર માઇન્ડ શૌકત અલી સૈયદ સાથે 17 આરોપીની ધરપકડ કરી છે. અત્યાર સુધી 40 આરોપીને ઝડપી 29 હથિયાર સાથે 935 રાઉન્ડ રિકવર કરાયાં છે.
• બે આદિવાસી અગ્રણીને મુખ્યમંત્રીના હસ્તે પુરસ્કારઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિરસા મુંડા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડો. મધુકર એસ. પદવી અને પ્રોફેસર ડો. એસ. પ્રસન્ના સી.ને તેમની સિદ્ધિ બદલ રત્નસિંહજી મહિડા સ્મારક પુરસ્કાર એનાયત કર્યો.
બ્રહ્માકુમારી સંસ્થાનાં નવાં મુખ્ય પ્રશાસક તરીકે 84 વર્ષીય રાજયોગિની મોહિનીદીદીને નિયુક્ત કરાયાં છે. તેઓ બ્રહ્માકુમારીના છઠ્ઠા મુખ્ય પ્રશાસક બન્યાં છે.