સંસદ પરિસરમાં તમામ પક્ષો દ્વારા બાબાસાહેબને પુષ્પાંજલિ

Wednesday 16th April 2025 07:05 EDT
 
 

ડો. ભીમરાવ આંબેડકરની જયંતીના પ્રસંગે સોમવારે સંસદ ભવન પરિસરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સાથે વિપક્ષ દ્વારા પણ બાબાસાહેબને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આંબેડકર જયંતીના અવસરે સંસદ ભવન એક જ મંચ પર સત્તા પક્ષ અને વિપક્ષના અગ્રણી નેતાઓ એકસાથે જોવા મળ્યા હતા. એટલું જ નહીં પ્રેરણા સ્થળ પર પક્ષો વચ્ચે ભાઈચારાના દૃશ્યો પણ જોવા મળ્યાં. આમ કાયમ એકબીજા પર આરોપો કરતાં નેતાઓએ સાથે મળીને બંધારણના ઘડવૈયાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાંં. કાર્યક્રમમાં સોનિયા, રાહુલ અને ખરગે પહોંચ્યાં ત્યારે કેન્દ્રીય મંત્રી રિજિજુએ સોનિયાને પોતાની ખુરશી આપી પોતે પાછળ બેઠા હતા.


comments powered by Disqus