ગોધરાઃ સાબરમતી ટ્રેન હત્યાકાંડની ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા કુલ 5 સગીરના કેસની સુનાવણી ગોધરા બાળ અદાલતમાં હાથ ધરાઈ. જેમાં કુલ 5 પૈકી 2ને નિર્દોષ છોડવામાં આવ્યા, જ્યારે બાકીના 3 ને ત્રણ-ત્રણ વર્ષની સેફ્ટી હોમમાં રાખવાની સજા કરવામાં આવી. જો કે તેમના વકીલ દ્વારા હુકમ મામલે સ્ટેની અરજી કરાઈ હતી, જે મંજૂર રખાઈ હતી. આ સમગ્ર મામલે વકીલ એસ.એસ. ચરખાએ જણાવ્યું કે, ગોધરા બાળ અદાલત સમક્ષ 27 ફેબ્રુઆરી 2002ના ગોધરાના સાબરમતી ટ્રેનકાંડના બનાવ અંગે અગાઉ કાયદાના સંઘર્ષમાં આવેલાં 6 બાળકો સામે અલગ-અલગ ચાર્જશીટ બાળ અદાલતમાં ફાઇલ કરાઈ હતી.