મહેસાણાઃ અયોધ્યામાં બાબરી ધ્વંસ પછી સિદ્ધપુર શહેરમાં 33 વર્ષ પૂર્વે થયેલાં કોમી રમખાણોના કેસમાં સોમવારે પાટણ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પ્રશાંત એચ. શેઠે 46 આરોપીઓ પૈકી હયાત 28 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા હતા. કેસ દરમિયાન 18 આરોપી મૃત્યુ પામ્યા હોઈ તેમની સામેના કેસ એબેટ એટલે કે રદ કરાયા હતા.
અયોધ્યામાં કારસેવકો દ્વારા બાબરી મસ્જિદને થયેલા નુકસાનના સમાચાર રેડિયો, ટીવી અને વર્તમાન પત્રો દ્વારા પ્રસિદ્ધ થતાં 7 ડિસેમ્બર 1992એ કોમી હુલ્લડ થતાં ત્રણ હિન્દુનાં મોત નીપજ્યાં હતાં.