પાલનપુરઃ આઝાદીને 78 વર્ષે પણ દેશમાં ક્રૂર જાતિવાદી વ્યવસ્થા દૂર થઈ શકી નથી. જેનું ઉદાહરણ તાજેતરમાં બનાસકાંઠામાં પાલનપુરના ગાદલવાડા ગામે સામે આવ્યું.
ગાદલવાડાના દલિત એડવોકેટ મૂકેશ પરેચાને તેમના લગ્નમાં વરઘોડો ન કાઢવા માટે ધમકી અપાતાં 200 પોલીસ જવાનની સુરક્ષા સાથે પોતાના લગ્નનો વરઘોડો કાઢવો પડ્યો હતો, છતાં કાંકરીચાળો થતાં સ્થાનિક ગઢ પોલીસ સ્ટેશનના પીઆઇ વસાવા જાતે જ કાર ડ્રાઇવ કરીને વરરાજાને લગ્ન સ્થળ સુધી સલામત રીતે લઈ ગયા. આ કારમાં પાછળ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ બેઠા હતા.