અંજારઃ કચ્છમાં પશુપાલકોના ગૌરવસમાન સૌથી મોટી સહકારી સંસ્થા સરહદ ડેરીની કલગીમાં વધુ એક મોરપિંચ્છ ઉમેરાયું છે દેશમાં પ્રથમ વખત દૂધસંઘના ચાંદ્રાણી સ્થિત આઇસક્રીમ પ્લાન્ટ ખાતે નવી પ્રોડક્ટ અમૂલ કેમલ મિલ્ક આઇસક્રીમ રાજભોગ ફ્લેવર-ખજૂર સાથેનું ઉત્પાદન શરૂ કરાયું છે.
આ પ્રોડક્ટના લોન્ચિંગ બાબતે સરહદ ડેરીના ચેરમેને જણાવ્યુ હતું કે, સરહદ ડેરી હંમેશાં દૂધ કલેક્શનથી લઈ અને વેચાણ સુધીની શૃંખલાને પ્રાધાન્ય આપે છે, જે અંતર્ગત ઉત્તરોતર નવીન પ્રોડક્ટનું પ્લાન્ટ ખાતે ઉત્પાદન કરી વેચાણ કરાય છે. ઊંટડીનાં દૂધનું મૂલ્યવર્ધન થાય તથા ઊંટપાલકોને વધુ વળતર મળે તે હેતુથી અમૂલ કેમલ મિલ્ક આઇસક્રીમ રાજભોગ ફ્લેવર-ખજૂર સાથેનું લોન્ચિંગ કરાયું છે.