અમદાવાદઃ નાની કડી રોડ પર આવેલા રામકૃષ્ણ જિનિંગ ફેક્ટરીના કમ્પાઉન્ડમાં રવિવારે 72 જુવાર કરવા પાટીદાર સમાજ સુધારક મંડળ અને ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 57 મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 72 સમાજના 27 નવયુગલો લગ્નના પવિત્ર બંધને બંધાયાં હતાં. આ પ્રસંગે ગોરધન ઝડફિયાએ પીળું પાણી રાખતા હોય તો તે છોળી દેજો, દીકરી અને પત્નીને પૂછી જોજો કે પરિણામ શું આવે છે. આપણે અંદરથી સુધારવાની જરૂર છે.
ઝડફિયાએ કહ્યું હતું કે, આવનારા સમયમાં જે પણ કરો તો એ શિક્ષણ માટે કરો. યુવાનોએ પોતાના પગ પર ટટ્ટાર ઊભા રહેવા શિક્ષણની જરૂર છે. આપણા બાપદાદાઓએ જમીન બચાવી છે તે વેચતા નહીં અને ઘર અથવા તો પેટ માટે જરૂર પડે તો જમીન વેચજો, પરંતુ વૈભવી કાર લાવવા માટે જમીન વેચતા નહીં.