દુબઈઃ સંયુક્ત આરબ અમિરાતે ભારતીય પ્રવસીઓ માટે એક મહત્વની જાહેરાત કરી છે. હવે જે ભારતીય નાગરિકો અમેરિકા,બ્રિટન કે યૂરોપીય સંઘના કાયદેસરના નિવાસી વિઝા ધરાવતા હશે તેમને યૂએઇમાં વિઝા-ઓન-એરાઇવલ મળશે. તે નીતિ હેઠળ યોગ્ય ભારતીયોને યૂએઈ પહોંચતાં 14 દિવસના વિઝા આપવામાં આવશે. જરૂર જણાયે તેની મુદત 60 દિવસ સુધી વધારી શકાશે. યૂએઇ અને ભારત વચ્ચે વધી રહેલા સહયોગ સંબંધોને વધૂ મજબૂત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિઝા-ઓન-એરાઇવલ મેળવવા ભારતીય પ્રવાસી પાસે અમેરિકા, યુરોપીય સંઘના કોઇક દેશની નિવાસી પરમિટ કે કાયદેસરના વિઝા હોવા જોઈએ. પાસપોર્ટની કાયદેસરતા ઓછામાં ઓછા છ મહિનાની હોવી જોઈએ.