મહાત્મા ગાંધીના નામે અને ફોટો સાથે બિયર વેચતી રશિયન કંપની

Wednesday 19th February 2025 05:37 EST
 
 

રશિયાની એક લીકર કંપનીએ બિયરના કેન પર મહાત્મા ગાંધીની તસવીર અને નામનો ઉપયોગ કર્યો છે. કંપનીના આ વલણ સામે સોશિયલ મીડિયા યુઝર્સ રોષે ભરાયા છે અને પ્રધાનમંત્રી મોદીને રશિયા સામે આ મુદ્દો ઉઠાવવા અનુરોધ કર્યો છે. રશિયન બ્રાન્ડ રેવોર્ટ દ્વારા તૈયાર થયેલા બિયરના ડબ્બાની તસવીરો ઓનલાઇન સામે આવતાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.


comments powered by Disqus