નવી દિલ્હીઃ યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવાની દિશા શોધવા માટે સાઉદી અરબે અમેરિકા અને રશિયા વચ્ચે પ્રથમ બેઠકની મધ્યસ્થતા કરી. આ બેઠકનો ઉદ્દેશ્ય એ સહમતી સાધવાનો હતો, કે બંને દેશ મળીને કેવી રીતે યુક્રેન અને રશિયાના યુદ્ધવિરામ કરાવી શકે. સાઉદીની અધ્યક્ષતામાં મળેલી 4 કલાકની બેઠકમાં મનાઈ રહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય ચર્ચાનો રસ્તો મળી શકે છે, જો કે આના પર હાલમાં કોઈ સહમતી સધાઈ નથી. રશિયન પ્રતિનિધિ કિરિલ દિમિત્રિવે જણાવ્યું કે, પુતિન અને ટ્રમ્પની મીટિંગની તારીખ કહેવી ઉતાવળ ગણાશે. જો કે બંને પક્ષોએ એકબીજાને સાંભળવાનું જરૂર શરૂ કર્યું છે. રશિયા અને અમેરિકા એકબીજા માટે સમ્માન અને સમાનતાનો વ્યવહાર કરી રહ્યા છે.
અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું કે, અમેરિકા હત્યાઓને રોકવા ઇચ્છે છે અને દુનિયામાં પોતાની તાકાતનો ઉપયોગ દેશોને એકબીજાની સાથે લાવવામાં કરી રહ્યું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ દુનિયાની એકમાત્ર એવા નેતા છે, જે યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ પૂર્ણ કરવા અંગે વાત કરી સહમતી સધાવી શકે છે.