નવી દિલ્હીઃ બજેટ સત્રના પહેલા તબક્કાના છેલ્લા દિવસે વક્ફ સુધારા બિલ પર જેપીસી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, જે અંગે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો. રાજ્યસભામાં બિલ ભાજપ સાંસદ મેધા કુલકર્ણીએ, જ્યારે લોકસભામાં તે JPCના અધ્યક્ષ અને ભાજપ સાંસદ જગદંબિકા પાલે રજૂ કર્યું હતું. વિપક્ષનો આરોપ છે કે જેપીસી રિપોર્ટમાં તેમની અસહમતીઓ કાઢી નાખવામાં આવી હતી. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ હોબાળો મચાવતાં કહ્યું, ‘આ જેપીસી રિપોર્ટ ખોટો છે. આમાં વિપક્ષની અસહમતીને ડિલીટ કરી નખાઈ છે.’