વાપીઃ વલસાડ જિલ્લામાં બિલ્ડરો, વકીલ અને આર્કિટેક્ટના ત્યાં ઇન્કમટેક્સ વિભાગે પાડેલા દરોડામાં પ્રાથમિક તપાસમાં રૂ. 400 કરોડના આર્થિક વ્યવહાર મળ્યા છે. સતત ત્રણ દિવસ ચાલેલી કાર્યવાહીમાં વકીલના ત્યાંથી જ રૂ. 200 કરોડના મળેલા દસ્તાવેજોના કારણે અન્ય બિલ્ડરો પણ સકંજામાં આવવાની શક્યતા દેખાઈ રહી છે. વલસાડમાં ઇન્કમટેક્સ વિભાગે પરમ ગ્રૂપના દીપેશ ભાનુશાળી, હિતેશ ભાનુશાળી, બિપીન પટેલ, રાકેશ જૈન, જગદીશ શેઠિયા, દીપસિંહ સોલંકી તેમજ આર્કિટેક્ટ મનીષ શાહ અને વકીલ વિપુલ કાપડિયા સહિત સુરત ટીમે સરીગામમાં રાજેશ રાઠોડના ત્યાં દરોડા પાડ્યા હતા.