દિલ્હીમાં પોતાની બેઠક અને સત્તા ગુમાવ્યા બાદ હવે કેજરીવાલના ‘શિશમહેલ’ના નવીનીકરણ અને વિસ્તરણ દરમિયાન બાંધકામનાં ધોરણોના ઉલ્લંઘનના આરોપોની વિગતવાર તપાસનો નિર્દેશ આપ્યો છે.
• છત્તીસગઢમાં ભાજપની પ્રચંડ જીતઃ છત્તીસગઢ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે તમામ 10 મહાનગરપાલિકામાં મેયરપદ, 35 નગરપાલિકા પરિષદ અને 81 નગર પંચાયતોમાં પ્રમુખપદ પર જીત મેળવી છે.
• મોદીની પ્રશંસાથી ઘેરાયા શશિ થરુરઃ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી તે ગુડ ન્યૂઝ હોવાનું કહી કોંગ્રેસ નેતા શશિ થરૂર તેમના પક્ષમાં જ ઘેરાઈ ગયા. થરૂરે કહ્યું કે, મારું નિવેદન રાષ્ટ્રહિતમાં હતું. આપણે હંમેશાં પક્ષના હિતમાં જ વાત ના કરી શકીએ.
• બ્રહ્મોસ મિસાઇલની ડીલ માટે અનેક દેશોની કતારઃ ભારતની બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલનો જાદુ ઘણા દેશોને મોહિત કરી રહ્યો છે. યુએઈ, સાઉદી અરેબિયા, વિયેતનામ, ઇજિપ્ત અને ઇન્ડોનેશિયા જેવા દેશો તેને ખરીદવામાં રસ દાખવી રહ્યા છે.
• જમ્મુ-કાશ્મીર સરહદે પાકિસ્તાન સેનાની અવળચંડાઈઃ પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એલઓસી પર ભારતીય ચોકીઓ પર કોઈપણ જાતની ઉશ્કેરણી વગર ગોળીબાર કરી સંઘર્ષવિરામનો ભંગ કર્યો હતો.
• મફત સુવિધાઓથી પરાવલંબી ના બનાવોઃ ઘરવિહોણા લોકો માટે શેલ્ટર હોમની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વિવિધ રાજ્યોમાં પક્ષો અને સરકારો દ્વારા અપાતી મફત સુવિધાઓનો ઉલ્લેખ કરી કહ્યું કે, લોકોને નિઃશુલ્ક સુવિધા આપી પરાવલંબી ન બનાવો.