નડિયાદઃ બુધવારે સંતરામ મંદિરમાં 194મા સમાધિ મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ, જેમાં 50 હજારથી વધુની સંખ્યામાં શ્રદ્ધાળુ હાજર હતા. સાંજે 6 વાગ્યે મહાઆરતી બાદ મંદિર પરિસરમાં સાકરવર્ષા કરાઈ હતી. મંદિરમાં સ્વયંસેવકોએ તમામને પ્રસાદ પણ મળે તે રીતનું આયોજન કરાયું હતું. ‘જય મહારાજ’ના જયઘોષ સાથે મંદિર પરિસર ગૂંજી ઊઠ્યું હતું.
વડતાલધામ મંદિરમાં દિવ્ય શાકોત્સવ ઊજવાયો
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે મહાસુદ પૂનમને બુધવારે દિવ્ય શાકોત્સવ ધામધૂમથી ઊજવાયો હતો, જેમાં 25 હજારથી વધુ હરિભક્તોએ શાકોત્સવનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. 2500 કિલો ગુલાબી રીંગણ, 1500 કિલો બાજરીના રોટલા, 1000 કિલો ચૂરમાના લાડુ, 150 કિલો ડ્રાયફ્રૂટ, 2000 કિલો વધારેલી ખીચડી, 300 કિલો ઘઉંની રોટલી, 200 કિલો આથેલાં મરચાં, 3500 લિટર તાજી છાશ, 400 કિલો ગોળ, 300 કિલો ખાંડ, 350 કિલો ઘી, 800 કિલો તેલ. 300 કિલો પાપડી, 1000 કિલો મસાલા સહિતની સામગ્રી પ્રસાદીમાં વપરાઈ હતી.