કુઆલાલુમ્પુરઃ સિંગાપુરના ભારતીય મૂળના અને વિરોધ પક્ષના નેતા પ્રિતમસિંહને અદાલતે સોમવારે સંસદીય સમિતિ સમક્ષ ખોટી જુબાની આપ્યાના અપરાધમાં દોષિત ઠેરવ્યા છે. દોષિત પુરવાર થતાં તેઓ સાંસદ તરીકે ગેરલાયક ઠરી શકે છે અને આ વર્ષની સામાન્ય ચૂંટણી પણ નહીં લડી શકે. આ કેસમાં પ્રિતમસિંહના પક્ષના પૂર્વ સાંસદ રઈસાહ ખાન એક બીજા કેસમાં સંસદ સમક્ષ જુઠ્ઠું બોલ્યા હતા. તે કેસમાં પ્રિતમની ભૂમિકા બદલ પ્રિતમસિંહ દોષિત ઠરાવાયા છે.