11 વર્ષના હેતાંશનું હાર્ટએટેકથી મોત

Wednesday 05th February 2025 04:56 EST
 
 

રાજકોટઃ જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં ભણતા હેતાંશ રશ્મિકાંતભાઈ દવેને અચાનક છાતીમાં દુખાવો ઊપડતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલાં જ બાળકને ડોક્ટરે મૃત જાહેર કરતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
જસદણના જંગવડ ગામે ધોરણ5માં ભણતા વિદ્યાર્થી હેતાંશ દવેએ 10 દિવસ પહેલાં ખેલ મહાકુંભમાં તાલુકાકક્ષાથી મેદાન માર્યું હતું. અચનાક 11 વર્ષીય હેતાંશને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો, જેથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ હેતાંશને મૃત જાહેર કર્યો હતો.


comments powered by Disqus