અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ-2 ખાતે નવો કસ્ટમ્સ સ્ક્રીનિંગ રૂમ બનાવાયો છે, જેથી કસ્ટમ્સ અધિકારીઓ મુસાફરો દ્વારા લાવવામાં આવતા સામાનને ઝડપથી તપાસી શકશે. આ કસ્ટમ્સ સ્ક્રીનિંગ રૂમમાં બેગેજ પ્રોસેસિંગની દેખરેખ રાખવા માટે સીસીટીવી કેમેરા લાગેલા છે. આ નવી બેગેજ સ્ક્રીનિંગ સિસ્ટમ 0.5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે કાર્યરત્ એક્સ-રે મશીનો સાથે સંકલિત છે. જે અગાઉના 0.12 મીટર પ્રતિ સેકન્ડ કરતાં વધારે ઝડપ આપે છે. તેનાથી મુસાફરો માટે બેગેજ રિક્લેમ અને કસ્ટમ્સની બેગેજ સ્ક્રિનિંગ પ્રક્રિયા ઝડપી થશે અને ઓછા સમયમાં વધુ ક્લીયરન્સ પ્રક્રિયા થશે.