અમદાવાદઃ પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે, જ્યાં દરરોજ કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. અમદાવાદથી પણ રાજ્ય પરિવહન નિગમ અને ગુજરાત ટૂરિઝમ દ્વારા રોજની બસ શરૂ કરવામાં આવી છે, ત્યારે હવે સુરત અને રાજકોટથી પણ મહાકુંભ જવા વોલ્વો બસની શરૂઆત કરાઈ છે.