મનીલાઃ કુખ્યાત ગેંગસ્ટર જોગિન્દર ગ્યોંગને રવિવારે ફિલિપાઇન્સથી ભારત પ્રત્યાર્પણ કરીને દિલ્હી પોલીસના હવાલે કરી દેવાયો હતો. તેની વિરુદ્ધ ઇન્ટરપોલ તરફથી રેડ નોટિસ જારી કરાઈ હતી. આ અંગેની જાણકારી સીબીઆઈએ એક નિવેદનમાં આપી હતી.
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, જોગિન્દરની ફિલિપાઇન્સ બ્યૂરો ઓફ ઇમિગ્રેશન દ્વારા બાકલોડથી ધરપકડ કરાઈ. જોગિન્દરના પ્રત્યાર્પણની ભારતની માગ પર પીબીઆઇએ આ કાર્યવાહી કરી હતી. ફેડરલ એજન્સીએ જણાવ્યું હતું કે, સીબીઆઈએ 25 ઓક્ટોબર 2024ના રોજ ઇન્ટરપોલ તરફથી જોગિન્દર વિરુદ્ધ રેડ નોટિસ જારી કરી હતી. જેના આધારે જોગિન્દરને ફિલિપાઇન્સથી ભારત લવાયો હતો.
રૂ. 150 કરોડના બે કૌભાંડીને વિદેશથી ભારત લાવી
ઇન્ટરપોલ રેડ નોટિસ હેઠળ થાઇલેન્ડથી બે ભાગેડુનું ભારતને પ્રત્યાર્પણ કરાયું. આ બંને ગુનેગાર તામિલનાડુ અને ગુજરાતમાં વોન્ટેડ હતા. સીબીઆઇએ ઇન્ટરપોલ સાથેના સમન્વયથી આ ઓપરેશન પાર પાડ્યું હતું. આ બંને ભાગેડુમાં એક તામિલનાડુનો જનાર્થન સુંદરમ છે.