વડાપ્રધાન મોદીના વિઝનથી શરૂ થયેલું ગિફ્ટ સિટી વિશ્વભરના ફિનટેકનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે, જ્યાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ઇન્ડિયા INX પર યુએસ ડોલર આધારિત સેન્સેક્સ ફ્યુચર એન્ડ ઓપશન્સ કોન્ટ્રાક્ટસ મહત્ત્વપૂર્ણ પગલું છે.