ચાંગાઃ ચારુસેટ યુનિવર્સિટીએ તેના રજતજયંતી વર્ષની ધામધૂમથી ઉજવણી કરી. કાર્યક્રમમાં SERB અને INSAના વિજ્ઞાની પ્રો. ટી.પી. સિંહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. આર.વી. ઉપાધ્યાયે 25 વર્ષની વિકાસયાત્રા વર્ણવી હતી. કાર્યક્રમમાં 6 કેટેગરીમાં એવોર્ડ્સ એનાયત કરાયા, જેમાં 150 રિસર્ચ પેપર એવોર્ડ, 1 પેટન્ટ એવોર્ડ, 3 ટોપ સાયન્ટિસ્ટ એવોર્ડ, 8 એન્ડ્યુરિંગ કમિટમેન્ટ એવોર્ડ, 9 રિસર્ચ પ્રોજેક્ટ એપ્રિશિયેશન અને 9 એલ્યુમ્ની એપ્રિશિયેશન એવોર્ડનો સમાવેશ થાય છે.
યુનિવર્સિટીની મોટી સિદ્ધિ તરીકે ડો. તૃષિત ઉપાધ્યાયની ISROના રૂ. 16 કરોડના પ્રોજેક્ટમાં કો-ઇન્વેસ્ટિગેટર તરીકે નિમણૂક અને DST તરફથી રૂ. 8.27 કરોડની ગ્રાન્ટની પ્રાપ્તિને બિરદાવવામાં આવી. વધુમાં રોબોફેસ્ટમાં નેશનલ લેવલે પ્રથમ સ્થાન મેળવી રૂ. 10 લાખનું ઇનામ જીતનારા 3 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. મુખ્ય અતિથિએ રિસર્ચ અને ઇનોવેશનના મહત્ત્વ પર ભાર મૂક્યું અને ચારુસેટને વૈશ્વિક સ્તરે આગળ વધારવા અનુરોધ કર્યો.
કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્ર પટેલે સંસ્થાના વિકાસમાં યોગદાન આપનારા સૌનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ચારુસેટ અને કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, કેળવણી મંડળ માતૃસંસ્થા અને CHRFના માનદ્ મંત્રી ડો. એમ. સી. પટેલ, પ્રમુખ નગીનભાઈ પટેલ, કેળવણી મંડળના વાઇસ પ્રેસિડન્ટ સી.એ. પટેલ, અશોક પટેલ, કિરણભાઈ પટેલ, કેળવણી મંડળનાં જોઇન્ટ સેક્રેટરી મધુબહેન પટેલ, સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, ધીરુભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ, કેળવણી મંડળના ટ્રેઝરર ગિરીશભાઈ સી. પટેલ, ટ્રસ્ટી વિષ્ણુભાઈ પટેલ, પ્રિ. આર.વી. પટેલ, દાતા કનુભાઈ પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર.વી. ઉપાધ્યાય, રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલ, માતૃસંસ્થા-કેળવણી મંડળના પદાધિકારીઓ, હોદ્દેદારો, ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ વિવિધ વિદ્યાશાખાના ડીન, કોલેજોના પ્રિન્સિપાલ, વિભાગોના વડાઓ, સ્ટાફ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.