આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: જુવાર - 1 કપ • પાણી-2 ગ્લાસ • મીઠું - સ્વાદ મુજબ (વઘાર માટે) તેલ - 2 ચમચી • ઘી - 1 ચમચી • જીરું - અડધી ચમચી • લીલું મરચું - 1 નંગ • આદું - નાનો ટુકડો • મીઠો લીમડો - 5થી 6 પાન • અધકચરા સીંગદાણા - 2 ચમચી • લાલ મરચું પાઉડર - અડધી ચમચી • લીંબુનો રસ - 1 ચમચી • ગરમ મસાલો - પા ચમચી • સમારેલી કોથમીર - 2 ચમચી
રીત: પહેલાં જુવારને બે-ત્રણ પાણીથી ધોઈને આઠ કલાક પાણીમાં પલાળી રાખવી. ત્યારબાદ કુકરમાં બે ગ્લાસ પાણી અને મીઠું ઉમેરીને દસ સીટી વગાડી લેવી. કુકર ઠંડું થાય એટલે બાફેલી જુવારને ચારણીમાં નિતારી લેવી. થોડીવાર ઠંડી થવા દો જેથી ચીકાશ નહીં રહે. હવે પેનમાં તેલ-ઘી મિક્સ ગરમ કરીને જીરું તતડાવો. તેમાં લીમડો, સમારેલું લીલું મરચું અને બારીક સમારેલું આદું ઉમેરો. હવે બાફેલી જુવાર, અધકચરા સીંગદાણા, બધા સૂકા મસાલા અને લીંબુનો રસ મિક્સ કરો. બેથી ત્રણ મિનિટ થવા દઈ ગેસ બંધ કરો અને કોથમીર ભભરાવીને દહીં સાથે ગરમગરમ સર્વ કરો.