ગુજરાતના મુખ્ય સચિવ તરીકે વરિષ્ઠ સનદી અધિકારી પંકજ જોષીએ શુક્રવારે ગાંધીનગર ખાતે કાર્યભાર સંભાળ્યો હતો. મુખ્ય સચિવ પંકજ જોષીને આ પ્રસંગે પૂર્વ મુખ્ય સચિવ રાજકુમારે શુભેચ્છા પાઠવી હતી. તેઓ ગુજરાતના 32મા મુખ્ય સચિવ છે. મૂળ નૈનિતાલના વતની પંકજ જોષી વર્ષ 1989માં ગુજરાત કેડરમાં જોડાયા હતા. તેમણે સિવિલ ઇજનેરીમાં બી.ટેક. તેમજ જળક્ષેત્રે એમ. ટેક.નો અભ્યાસ કર્યો છે. તેઓવિવિધ મહત્ત્વના વિભાગોમાં ફરજ બજાવી ચૂક્યા છે.