ભારતની નેવિગેશન સિસ્ટમ વધુ સચોટ બનશેઃ ઈસરો

Wednesday 05th February 2025 05:55 EST
 
 

નવી દિલ્હીઃ ઇસરો દ્વારા 100મું લોન્ચ મિશન સફળતાપૂર્વક પાર પડાયું છે. એનવીએસ-2 ઉપગ્રહને સફળતાપૂર્વક કક્ષામાં પ્રક્ષેપિત કર્યા પછી ઇસરોને સીમાચિહ્નરૂપ સિદ્ધિ મળી ચૂકી છે. એનવીએસ-2 નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન શ્રેણીનો બીજો ઉપગ્રહ છે. તે એલ-1 અને એસ બેન્ડમાં નેવિગેશન પેલોડથી સજ્જ છે. જે નેવિગેશન પ્રોજેક્ટને પૂરો કરવા આ ઉપગ્રહ લોન્ચ થયો છે તે પ્રોજેક્ટની મદદથી ભારત અનેક ક્ષેત્રોમાં સ્વાયત્ત અને સ્વતંત્ર થઈ શકે છે.


comments powered by Disqus